ભગવાન જગન્નાથજીની યાત્રાને લઇને ભરૂચ શહેરમાં કરાઇ ફ્લેગ માર્ચ

New Update
ભગવાન જગન્નાથજીની યાત્રાને લઇને ભરૂચ શહેરમાં કરાઇ ફ્લેગ માર્ચ

આગામી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશમાં યોજાવાની છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીની યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નિકળે તે માટે જિલ્લા પોલિસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી. જેમાં પોલિસનો સ્ટાફ જોડાયો હતો.

ભરૂચ-અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ યોજાય છે. ત્યારે રથયાત્રા દરમિયાન ભાઈ-ચારો અને શાંતિ સુલેહ જળવાય તે માટે પોલીસન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભરૂચ શહેરમાં રથયાત્રા ભગવાન ફૂરજા સ્થીત જગન્નાથજીના મંદિરેથી નિકળીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે ત્યારે રથયાત્રાના રૂટ પર પોલિસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Latest Stories