ભરૂચ : અંકલેશ્વર શહેર પોલીસે હાથ ધર્યું વાહન ચેકિંગ, ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડનીય કાર્યવાહી

New Update
ભરૂચ : અંકલેશ્વર શહેર પોલીસે હાથ ધર્યું વાહન ચેકિંગ, ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડનીય કાર્યવાહી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીટ બેલ્ટ, હેલ્મેટ અને બ્લેક ફિલ્મ સહિત લાઇસન્સ વિના વાહન ચલાવતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા તા. 9મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમ્બર સુધી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વાલિયા ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સીટ બેલ્ટ, હેલ્મેટ અને બ્લેક ફિલ્મ સહિત લાઇસન્સ વિના વાહન ચલાવતા વાહનચાલકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. ઉપરાંત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ પણ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.