ભરૂચ-અંકલેશ્વરનાં વાતાવરણમાં આવ્યો પલટો, દિવસભર રહ્યો વાદળછાયો માહોલ

New Update
ભરૂચ-અંકલેશ્વરનાં વાતાવરણમાં આવ્યો પલટો, દિવસભર રહ્યો વાદળછાયો માહોલ

છેલ્લાં કેટલાંય દિવસોથી ફૂંકાઈ રહેલા પવનોને કારણે આજે ભરૂચ જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

publive-image

બપોર બાદ આકાશમાં ધસી આવેલી વાદળોની ફોજને લઈને તાપમાનનો પારો પણ 42 ડિગ્રીએ જ અટકી ગયો હતો. બીજી તરફ વાદળ છાયા માહોલ વચ્ચે પવનો પણ ધીમા પડ્યા હતા. દિવસ દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હોવાની એક ખાનગી વેબસાઈટનાં અહેવાલમાં જણાવાયું હતું.

publive-image

ગરમીનો પારો સાંજ સુધીમાં 37 ડિગ્રી સુધી આવીને અટકી જાય તેવી શક્યતા પણ દર્શાવી હતી.

Latest Stories