ભરૂચ : કલેકટરે કાન આમળતાં NHAI એકશનમાં, બ્રિજ પરના રસ્તાનું શરૂ કર્યું રીપેરીંગ

ભરૂચ : કલેકટરે કાન આમળતાં NHAI એકશનમાં, બ્રિજ પરના રસ્તાનું શરૂ કર્યું રીપેરીંગ
New Update

ભરૂચના નવા સરદારબ્રિજ પર થઇ રહેલાં ટ્રાફિકજામ બાબતે

કલેકટરે NHAIના અધિકારીઓનો કાન આમળતાંની સાથે બ્રિજ પરના રસ્તાના રીપેરીંગની સાથે

સ્વામીનારાયણ મંદીરની સામેના કટ ખોલવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

ભરૂચના જુના સરદારબ્રિજ વધુ 45 દિવસ માટે બંધ રાખવામાં આવશે ત્યારે ટ્રાફિકની સમસ્યા વધુ ન વકરે તે માટે તંત્ર દોડધામ કરી રહયું છે. કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાએ નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓને 24 કલાકમાં નવા સરદારબ્રિજ પર પડેલા ગાબડાઓ પુરવા આદેશ કર્યો હતો. કલેકટરનો આદેશ થતાંની સાથે નેશનલ હાઇવે ઓથોરીટી એકશનમાં આવી ગઇ છે. શનિવારે સવારથી જ નવા સરદારબ્રિજ પરના રસ્તાના રીપેરીંગની સાથે સ્વામિનારાયણ મંદિર પાસે આવેલાં કટને ખોલવાના કાર્યનો પ્રારંભ કરી દેવાયો હતો. જો નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓએ આટલી ઝડપ પહેલાં દાખવી હોત તો કદાચ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો ન પડયો ન હતો. પણ ખૈર દેર આયે દુરસ્ત આયે…નવા સરદારબ્રિજનો રસ્તો ખખડધજ હોવાથી વાહનોના એકસેલ તુટી જવાના બનાવો બનતાં હોવાથી વાહનવ્યવહાર પર તેની અસર થતી હતી. હવે સ્વામીનારાયણ મંદિર સામેના કટ ખોલવામાં આવી રહયાં હોવાથી દહેજ તરફનો વાહનવ્યવહાર સર્વિસ રોડના બદલે સીધો હાઇવે પર ડાયવર્ટ થઇ જવાના કારણે ઝાડેશ્વર ચોકડી ખાતે પણ જામની સમસ્યાનો હલ આવશે તેવી આશા સેવાઇ રહી છે. 

#Connect Gujarat #NHAI #ભરૂચ #Gujarat News
Here are a few more articles:
Read the Next Article