ભરૂચ : કસક ગરનાળા નજીક પીવાના પાણી પાઈપલાઈનમાં ભંગાણ:મુખ્યમાર્ગ જળબંબાકાર

New Update
ભરૂચ : કસક ગરનાળા નજીક પીવાના પાણી પાઈપલાઈનમાં ભંગાણ:મુખ્યમાર્ગ જળબંબાકાર

લોકોના પીવાના પાણી વિના વલખાં

ભરૂચના કસક ગળનાળા નજીકથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઈપ લાઇનમાં ભંગાણ સર્જાતા જાહેરમાર્ગ ઉપર જળબંબાકાર થવા સાથે પૂર્વ પટ્ટી વિસ્તારના લોકોએ ૪૮ કલાકથી પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.

ભરૂચ શહેરના કસ ગરનાળા નજીક પીવાના પાણીની પાઇપલાઇન વહેલી સવારે અચાનક ભંગાણ સર્જાતાની સાથે જ પાણીના ફુવારા ઉડતા જાવા મળયા હતા અને સમગ્ર મુખ્યમાર્ગ ઉપર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

સ્થાનિક લોકો, દુકાનદારોએ ભરૂચ નગરપાલિકાને જાણ કરતા પાલીકાની ટીમે સ્થળ પર આવી ભંગાણનું નિરીક્ષણ કર્યા બાદ ટીમ બોલાવી તેની મરામત શરૂ કરી હતી. પાણીની મુખ્ય પાઈપલાઈનમાં જ ભંગાણ સર્જાતા પૂર્વ પટ્ટી વિસ્તારા હજારો લોકોએ ૪૮ કલાકથી પીવાના પાણી વિના વલખાં મારવાનો વારો આવ્યો છે.ભંગાણમાં મરામત થયા બાદ ગણતરીના કલાકોમાં પાણીનો પુરવઠો શરૂ થઈ જશે તેવું પાલિકાના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે.

Latest Stories