ભરૂચ કોર્ટ સામે સલામતી માટે બનાવાયેલા બમ્પરના કારણે ટેમ્પો પલ્ટી : સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી

New Update
ભરૂચ કોર્ટ સામે સલામતી માટે બનાવાયેલા બમ્પરના કારણે ટેમ્પો પલ્ટી : સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી

માપદંડ વિના આડેધડ બનાવાયેલા બમ્પર(સ્પીડ બ્રેકર)ના કારણે સર્જાઇ દુર્ધટના

પાણી ભરેલો ટેમ્પો પલ્ટી ખાતા ટેમ્પાને નુકશાન,ચાલકનો બચાવ

ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા કરાતા આડેધડ ખોદકામ અને તેના યોગ્ય પુરાણના અભાવે પ્રજા આમેય પરેશાન છે ત્યારે પાલિકા દ્વારા બનાવાયેલા રોડ ઉપર કોઇ પણ માપદંડ વિના બનાવાયેલા બમ્પરના કારણે પાણી ભરી જતો એક ટેમ્પો અચાનક પલ્ટી ખાવાની ઘટના બનવા પામી હતી.

આ ઘટનામાં પાણી ભરી જઈ રહેલ GJ-16-Z-3809 ટેમ્પો બમ્પર ઉપરથી પસાર થતા માપદંડ વિનાના બમ્પરના કારણે ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા પલ્ટી મારી જવા પામ્યો હતો.જેમાં ચાલકનો તો આબાદ બચાવ થયો હતો.પરંતુ ટેમ્પાના કાચ તુટવા સાથે નુકશાન થયું હતું.

Latest Stories