વાલિયા તાલુકાના શીરા ગામના ખેડૂતને ટ્રેક્ટર અપાવાના બહાને જમીમ ના દસ્તાવેજો લઈ બે ભેજાબાજોએ 53 લાખ રૂપિયાની લોન લઇ લીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વાલિયા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ વાલિયા તાલુકાના શીરા ગામના ગુંદા ફળીયામાં રહેતા ૭૦ વર્ષિય રમેશવસાવાના બાપદાદાએ ૫૦ વર્ષ પહેલાં ગામના બ્લોક નંબર ૩૭-૩૮ અને ૪૦ વાળી જમીન ખરીદી હતી. હાલમા રમેસ ભાઈ તે જમીન પર ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨૦૦૯ ની સાલમાં વાંદરીયા ગામ નો મગન વસાવા ગામમાં ટ્રેકટરની લોન માટે અવારનવાર આવતો હતો તેની સાથે ઓળખાણ બાદ ટ્રેક્ટરની લોન લેવા માટે વાતો કરતાં ફરીયાદીએ ટ્રેક્ટર લેવાનું વિચાર્યું હતું . જેમાં રાજપારડીના શિવશક્તિ ટ્રેક્ટરનાં ડીલર કિરીટસીંહ મોતિ સિંહ મહિડા રહે. સરસાડ તાલુકા ઝઘડિયા, જિલ્લા ભરૂચ સાથે પરિચય કરાવ્યો હતો.કિરિટસિંહ મહિડાએ શીરા ગામે આવીને લોનના અલગ અલગ કાગળો પર ફરીયાદીને તથા તેમના છોકરાને વિશ્વાસમાં લઇ સહીઓ કરાવી હતી અને તેમના અંગુઠાના સિકકા મરાવી લીધાં હતાં. ,ફરિયાદીએ લોન ક્યાંથી મળશે એ અંગે પુછતા વાલિયા બેન્કો ઓફ બરોડા માંથી મળશે તેમ જણાવ્યું હતું, ત્યારબાદ એક વર્ષ સુધી ટ્રેક્ટર નહીં મળતા ફરિયાદીએ વારંવાર કિરીટસિંહ મહીડાને પુછતા પુછતા તેઓ દિલસા જ આપતા હતાં. શંકા જતાં ફરીયાદીએ ખેતરના કટીયા કડાવતા માલુમ થયુ કે આરોપીએ ફરિયાદીના ખેતર પર બેન્ક ઓફ બરોડા ભાલોદ શાખામાંથી અને બેન્ક ઓફ બરોડા વાલિયા શાખામાંથી બેન્કના કર્મચારીઓની મિલિ ભગતથી અલગ અલગ લોન ઉપાડી ખેડુત સાથે છેતરપિંડી કરી કુલ ૫૩.૨૫ લાખની લોન ઉપાડી લેવાય હોવાની વિગતો સપાટી પર આવી છે. 11 વર્ષ પહેલાં થયેલી છેતરપીંડી સંદર્ભમાં વાલીયા પોલીસે વધુ તપાસ આદરી છે.