/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-90.jpg)
જુના ભરૂચના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આવેલ લાલભાઈની પાટ ઉપરના એક જુના મકાનનો બીજો માળ અચાનક ધરાશાયી થતા મકાન માલિકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જયારે તેમની ૩૨ વર્ષીય પરિણિત પુત્રીનું મોત નીપજયું હતું.
ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારના લાલભાઈની પાટ ખાતે ઘર નંબર.૬૨૮ માં રહેતા બીપીનચંદ્ર અમરતલાલ મકવાણાના બાજુનું ઘર જર્જરિત હોય પાલિકા દ્વારા નોટિસ અપાતા તેના ઉતારવાનું કામ ચાલુ હતું. જેથી બીપીનચંદ્રના મકાનની દીવાલ નબળી પડતા તા.૬ની રાતે ૯.૩૦કલાકની આસપાસ અચાનક ઘરનો બીજો માળ ઘરાશાયી થતા ઘરના કાટમાળમાં બીપીનચંદ્ર મકવાણાની પરિણિત ૩૨ વર્ષીય પુત્રી મયુરી સન્ની જાદવ દબાઈ હતી. જયારે તેના પિતાને આંખે તેમજ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મયુરીનું રેસ્ક્યુ ઓપરેશન હાથધર્યું હતું.બાદમાં કાટમાળ માંથી મયુરીને બહાર કાઢી તત્કાળ સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડાતા સારવાર મળે તે પહેલાજ તેનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મયુરીનો પતિ ફોટોગ્રાફર હોઈ અને તે લગ્નના ઓર્ડર ઉપર હતો. જેથી પત્ની મયુરી પિતાના ઘરે પીયરમાં મળવા ગઈ હતી.આ ઘટનાના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આ વિસ્તારના કોર્પોરેટર રાજેશ ચૌહાણ,રાજકીય આગેવાનો તેમજ પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા સહિતના દોડી આવ્યા હતા.