ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓને ફાયર એન્ડ સેફ્ટીનું અપાયું માર્ગદર્શન

New Update
ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓને ફાયર એન્ડ સેફ્ટીનું અપાયું માર્ગદર્શન

ભરૂચ જય અંબે ઇન્ટરનેશનલ વિધાલય ખાતે વિધાર્થીઓને આગ લાગતા પોતાની નજીકમાં રહેલા અગ્નિશામકના સાધનોનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવા અંગેનું પ્રશિક્ષણ અપાયું હતું.

સુરતના સરથાણાના તક્ષશિલા શોપિંગમાં આવેલા ટ્યૂશન કલાસીસમાં બનેલા ઘટનાની અસર લોકોના માનસ પટ પર ઘણી મોટી અસર છોડી છે. ત્યારે સ્કુલ, કોલેજ, શિક્ષકો, વાલી અને વિધાર્થીઓ પણ હવે પોતાની સુરક્ષાને લઇને તકેદારી અને ધ્યાન રાખી અને લોકોની સુરક્ષા કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન મેળવી રહ્યા છે.

ભરૂચની જ્ય અંબે ઇન્ટરનેશનલ વિધાલયમાં દર વર્ષે સ્કૂલના પટાંગણમાં જય અંબે વિધાલયના ટ્રસ્ટી ગણ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ફાયર સેફટી અંગેનું માર્ગદર્શન ફાયર એન્ડ સેફટીના ટ્રેનર દ્વારા આપવામાં આવે છે.જેનાથી અચાનક કોઇ દુર્ધટના બને તો વિદ્યાર્થીઓ પોતાનો અને અન્ય સહદ્યાયીઓનો જીવ કેવી રીતે બચાવી શકે તે વિશે અવગત રહી સતર્ક બની શકે.

Latest Stories