ભરૂચ : જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા મૂળ નિવાસી સંઘ દ્વારા આવેદન પાઠવાયું

ભરૂચ : જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા મૂળ નિવાસી સંઘ દ્વારા આવેદન પાઠવાયું
New Update

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મૂળ નિવાસી સંઘના આગેવાનો દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે આગામી વસ્તી ગણતરીમાં ઓબીસીની જાતિ આધારિત ગણતરી કરવા માંગ કરી હતી.

મૂળનિવાસી સંઘ ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. મૂળ નિવાસી સંઘ દ્વારા વસ્તી ગણતરીની પ્રક્રિયામાં કેટલીક માંગણીઓ સાથે દેશવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના સંદર્ભમાં આગામી ૨૦૨૧માં યોજાનારી વસ્તી ગણતરીને લઈને કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યા અનુસાર, મૂળ નિવાસી સંઘ ભારતીય સંવિધાનમાં ઉલ્લેખિત સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય સ્થાપવા ૨૦૨૧માં થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સરકાર પાસે દેશની તમામ જ્ઞાતિની જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માંગ કરી રહી છે. સાથે વસ્તી આધારે પ્રતિનિધિત્વની માંગ પણ કરી છે. ૨૦૧૧ના વર્ષમાં યોજાયેલ જાતિ આધારિત વસ્તી ગણતરીની રિપોર્ટ આજ સુધી પ્રકાશિત કરવામાં નથી આવી જે ૨૦૨૧ના વર્ષમાં કરવામાં આવનાર ગણતરીની રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત સાથે માંગ કરી હતી. સાથે મૂળનિવાસી સંઘના અગ્રણીઓએ કચ્છના રાપરમાં થયેલ વકીલની હત્યાનો વિરોધ દર્શાવ્યો હતો.

#Bharuch #Connect Gujarat #Bharuch Collector #Bharuch News #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article