ભરૂચ જિલ્લના શિક્ષકો દ્વારા વિવિધ પડતમાંગ સંતોષવા સરકાર સામે મોરચો

New Update
ભરૂચ જિલ્લના શિક્ષકો દ્વારા વિવિધ પડતમાંગ સંતોષવા સરકાર સામે મોરચો
  • તાકીદે હલ કરવાની માંગ સાથે ક્લાસ રૂમમાં કાળી પટ્ટી બાંધી અભ્યાસ કરાવ્યો

ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાના ૭ હજારથી વધુ શિક્ષકો આંદોલનના માર્ગે છે. ભરૂચ સહિત ગુજરાત ભરનાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઇ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. આજે અનેક શાળાઓમાં પગાર વધારાથી લઇ અન્ય વિવિધ પડતર પ્રશ્ને તાકીદે હલ કરવાની માંગ સાથે ક્લાસ રૂમમાં કાળી પટ્ટી બાંધી અભ્યાસ કરાવ્યો છે.

શાળાના વિદ્યાથીઓના અભ્યાસ પર અસર ન પડે તે માટે શિક્ષકો દ્વારા કાળી પટ્ટી બાંધીને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. ભરૂચમાં અનેક શાળાઓમાં શિક્ષકોએ કાળી પટ્ટી બાંધી શિક્ષણકાર્ય કરાવ્યું હતું અને માંગ કરી હતી કે, ઘણા સમયથી અમારા પેડિંગ પ્રશ્નો છે તેનો સરકારે ઉકેલ લાવવો જોઇએ. ફિક્સ પગારવાળા શિક્ષકોને પગાર વધારો મળવો જોઇએ તેવી માંગ કરી હતી. તમામ શિક્ષકો તા.૧૮/૦૬/૧૮ થી ૨૩/૦૬/૧૮ સુધી કાળી પટ્ટી બાંધીને શિક્ષણ કાર્ય કરી સરકારની અન્યાયી નીતિનો વિરોધ નોંધાવશે.

Latest Stories