ભરૂચ જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખને જ રીપિટ કરાતાં કોંગી સભ્યોનો જ બળવો

New Update
ભરૂચ જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખને જ રીપિટ કરાતાં કોંગી સભ્યોનો જ બળવો

ભાજપામાંથી કોઇએ પણ ઉમેદવારી ન કરી, કોંગી સભ્ય ઇન્દ્રસિંહ પરમારે નોંધાવી દાવેદારી

ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ–ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતા આગામી અઢી વર્ષ માટે પ્રમુખ જશુબેન પઢીયાર અને ઉપપ્રમુખ અનિલ ભગતને જ રીપીટ કરાતા કોંગ્રેસમાં બળવો ઉભો થયો છે. કોંગ્રેસના જ બે સભ્યોએ પક્ષની વિરૂધ્ધમાં જઇ પ્રમુખ–ઉપપ્રમુખ તરીકે દાવેદારી નોધાવી ફોર્મ ભરતા કોંગ્રેસ અને જેડીયુના ગઠબંધનવાળી જિલ્લા પંચાયતની સત્તા સામે જામખ ઉભું થયું છે.

૨૦૧પમાં ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ૧ર, કોંગ્રેસની ૧૩ અને જનતાદળ યુની ૯ બેઠક આવી હતી. જેમાં કોંગ્રેસ અને જેડીયુ એ ગઠબંધન કરી સત્તાના સુત્રો સંભાળયા હતા. જેમાં કોંગ્રેસના જશુબેન પઢીયારને પ્રમુખ તથા જેડીયુના અનિલ ભગતને ઉપપ્રમુખ તરીકે નિયુકત કરાતા તેમની અઢી વર્ષની ટર્મ પુરી થતા બાદ આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણીની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ર૦ જુનના રોજ ચુંટણી થશે પરંતુ એ પહેલા આજે ઉમેદવારી પત્રો ભરવામાં જ કોંગ્રેસ અને જેડીયુના ગઠબંધનને બળવાનો સામનો કરવો પડયો છે.

કોંગ્રેસ અને જેડીયુના મોવડી મંડળે પ્રમુખ જશુબેન પઢીયાર અને ઉપપ્રમુખ અનિલ ભગતને જ રીપીટ કરવાનો નિર્ણય લેતા બન્ને પક્ષના સદસ્યોમાં નારાજગી ઉભી થઇ હતી. કોંગ્રેસના ઇન્દ્રસિંહ પરમારે તો બંડ પોકારી પ્રમુખ તરીકે જયારે જંબુસર તાલુકાની વેડચ બેકના સભ્ય ઉદેસંગ જાદવે ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવતા જેડીયુ કોંગ્રેસ ગઠબંધનના પાયા ધ્રુજી ઉઠયા છે. કોંગ્રેસના જ સભ્યોએ મોવડી મંડળન નિર્ણય સામે વિરોધ નોંધાવી બળવો પોકારતા તેના પડઘા છેક દિલ્લી સુધી પડઘાયા છે.

  • ભાજપમાંથી ઉમેદવારી પત્ર ન ભરાયા

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ–ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના જ સભ્યોએ વિદ્રોહ કરી ઉમેદવારી નોંધાવતા ભાજપે પોતાના સભ્યોને ઉમેદવારીથી દૂર રાખ્યા છે. કદાચ ભાજપ કોંગ્રેસના બળવાખોર ઇન્દ્રસિંહ પરમાર અને ઉદેસંગ જાદવની તરફેણ કરી કોંગ્રેસ અને જે.ડી.યુ.ના ગઠબંધન વાળી જિલ્લા પંચાયતની સત્તાને ઉઠલાવે તો નવાઈ નહિં.

  • મારી પાસે ૨૨ સભ્યો છે– ઈન્દ્રસિંહ પરમાર (પ્રમુખ પદના ઉમેદવાર)

કોંગ્રેસ–જે.ડી.યુમાં અનેક લાયક ઉમેદવારો હોવા છતાં પ્રમુખ તરીકે રબર સ્ટેમ્પ જેવા પ્રમુખને રીપીટ કરાયા છે. આ અન્યાયી વલણ સમે અવાજ ઉઠાવી મેî ઉમેદવારી નોંધાવી છે. મારી પાસે કુલ મળી રર જેટલા સભ્યો છે. એટલે મારી જીત નિડ્ઢિત છે.

  • ઘરનો ઝઘડો છે–સમેટાઇ જશે

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાને પક્ષના જ સભ્યએ કરેલા બળવા અંગે પૂછતા તેમણે તેને ઘરનો અંદરનો ઝઘડો ગણાવી બધુ સમુસુતરુ પાર ઉતરશે તેવો જવાબ આપ્યો હતો.

  • માહોલ જાઇને નિર્ણય લઇશું.

કોંગ્રેસના ઈન્દ્રસિંહ પરમારે પોતા જ પક્ષ સામે બળવો પોકારી પ્રમુખ તરીકે ઉમદવારી નોંધાવતા ભાજપે ઉમેદવારી નોંધાવી ન હતી. આ અંગે ભાજપના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલને ભાજપ ઇન્દ્રસિંહ પરમારને સમર્થન આપશે કે કેમ તેમ પૂછતા તેમણે ચૂંણી દરમ્યાનનો માહોલ જાઇ નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

Latest Stories