ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એશો. દ્વારા ૨૮મીએ બીજી વુમન કોન્કલેવ યોજાશે

New Update
ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એશો. દ્વારા ૨૮મીએ બીજી વુમન કોન્કલેવ યોજાશે

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં વક્તાઓ પોતાના અનુભવનો નીચોડ વ્યક્ત કરશે

ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એશો.દ્વારા તારીખ ૨૮મી જુનના રોજ હોટલ રીજન્ટ ખાતે બીજી વુમન કોન્કલેવ યોજાશે. આ અંગેની માહિતી આપવા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

જેમાં બીડીએમએની મહિલા પાંખઆ પ્રમુખ સુજાતા રાવ,વુમન કોન્કલેવનાં ચેરપર્સન પૂનમ શેઠ,કો ચેરપર્સન નીકી મહેતા,બીડીએમએના પ્રેસિડેન્ટ પરાગ શેઠ અને સભ્ય હરીશ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

નેશન બિલ્ડીંગ ઇન અ ન્યુ અવતાર વિષય પર યોજાનાર વુમન કોન્કલેવનાં ઉદઘાટન સમારોહમાં આદિત્ય બિરલા ગ્રુપના સેન્ટર ફોર કમ્યુનીટી ઇનીશીયેટીવ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ વિભાગના ચેરમેન પદ્મભૂષણ રાજશ્રી બિરલા વિશેષ ઉપસ્થિત રહેશે,આ ઉપરાંત લ્યુબ્રીઝોલ કંપનીના એમ.ડી.ઉર્સુલા ઠક્કર,પહેલા મહિલા સ્કાય રાઈડર પદ્મશ્રી રેચલ થોમસ,એક્ટર રેવંતા સારાભાઈ અને સુરતના જાણીતા બીઝનેસમેનમહેશ સવાણી સહિતના મહાનુભાવો તેમના અનુભવનો નીચોડ વ્યક્ત કરશે.આ કોન્કલેવમાં જોડાવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે ત્યારે રજીસ્ટ્રેશન કરાવવા લોકોને અપીલ કરવામાં આવી છે.

Latest Stories