New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-378.jpg)
સુરત જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે પાલિકા?
પાલિકા સંકુલમાં દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ? જેવી લોક ચર્ચા
ભરૂચ નગરપાલિકા સુરતની દુર્ઘટના બાદ સમગ્ર શહેરમાં ફાયર સેફટી ના મુદ્દે તપાસ હાથધરી છે ત્યારે ખુદ નગર પાલિકા માંજ ફાયર સેફટીના સાધનો જ એક્સપાયરી ડેટ ના જોવા મળી રહ્યા છે જે નગર પાલિકાની ઘોર બેદરકારી દર્શાવે છે
દિવા તળે અંધારા જેવો ઘાટ ભરૂચ નગર પાલિકામાં જોવા મળી રહ્યો છે,ફાયર એન્ડ સેફટી જવાબદારી જેના શીરે છે એ જ નગર પાલિકામાં ફાયર એન્ડ સેફટી ના સાધનો લગાવવામાં આવ્યા છે તે માત્ર શોભના ગાંઠિયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરક્ષા માટે લગાવામાં આવેલ આ સાધનો એક્સપાયરી ડેટ ના હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે ન કરે નારાયણ ને સુરત જેવી કોઈ દુર્ઘટના નગર પાલિકા સંકુલ માં બને તો મોટી જાનહાની થઇ શકે તે માટે જવાબદાર કોન તે બાબત આ દ્રશ્યો બાદ થી ચર્ચાનું કેન્દ્ર બની છે
Latest Stories