/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-421.jpg)
ભરૂચની નર્મદા ચોકડી નજીક સુરતથી વડોદરા તરફ જતી લક્ઝરી બસ રેતી ભરેલી ટ્રકની ઓવરટેક કરવા જતા લક્ઝરી બસ પલટી મારી જતા બસમાં સવાર ૧૬ જેટલા મુસાફરોને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સુરત થી વડોદરા જતી લકઝરી બસ નંબર GJ-19- x- 6868 રેતી ભરેલ ટ્રકને ઓવર ટ્રેક કરવા જતાં બસ નર્મદા ચોકડી ઉપર પલટી મારતા બાસમાં સવાર ૧૭ જેટલા પેસજરોને નાની મોટી ઇજા થવા પામી હતી. આ અકસ્માતના પગલે સમગ્ર મુખ્યમાર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.લક્ઝરી બસ પલટી મારતા તમામ ઘાયલોને ૧૦૮ મારફત સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. અક્સ્માતમાં અનેક મુસાફરોના હાથ પગ ફેક્ચર થઇ ગયા હતા.
લકઝરી બસ પટી મારી સર્જાયેલા આ અકસ્માતમાં ગગજીભાઇ પી.રાઠોડ(ઉ.વર્ષ.૭૫,રહે. રતનપાર,ગાયકવાડ) ,મૌલીક વી.ડાબડીયા(ઉ.વર્ષ.૨૧, રહે, નવાઉગલા, રીયા આર.વણકર(ઉ.વર્ષ.૩૦,રહે ગઢડાબડા),લીલાબેન જગદીશભાઇ સોલંકી(ઉ.વર્ષ.૪૦,રહે.નવસારી), મહેશ રમેશ બગડા(ઉ.વર્ષ.૦૬, ગાજકડા,સાવરકુંડલા), દયાબેન રમેશ બગડા(ઉ.વર્ષ.૩૦,રહે. ગાજકડા,સાવરકુંડલા), પારસ રમેશ બગડા(ઉ.વર્ષ.૧૦, રહે.ગાજકડા,સાવરકુંડલા), જગદીશ ગંગાભાઇ સોલંકી (ઉ.વર્ષ.૪૦, રહે.જલાલપુર, નવસારી), વસરામ મનુભાઇ કટારીયા(ઉ.વર્ષ.૩૫, રહે.વરાછા,સુરત), દક્ષાબેન વસરામભાઇ કટારીયા(ઉ.વર્ષ.૩૦, રહે,સુરત વરાછા), મનુભાઇ કરશનભાઇ ગોહીલ(ઉ.વર્ષ.૪૨, રહે. સુરત), જશવંત મંગળદાસ રાઠોડ(ઉ.વર્ષ.૫૦),કલ્પના જશવંત રાઠોડ(ઉ.વર્ષ.૬૫),પ્રેરણા જશવંત રાઠોડ(ઉ.વર્ષ.૧૫) ત્રણેવ રહેવાસી એ-૪૩,રંગકૃપા તુલસીધામ ભરૂચ, રક્ષાબેન રમેશ રાઠોડ(ઉ.વર્ષ.૬૦, રહે. વીરડી, સાવરકુંડલા), બાઘાભાઇ ડાહ્યાભાઇ (ઉ.વર્ષ.૭૦, રહે.બજેડીયા,જુનાગઢ)નાઓને ઇજાઓ પહોંચતા તમામને ભરૂચ સિવિલ હોસ્પીટલ માં લવાયા હતા.જ્યાં ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા અન્ય ભાજપીઓ,કોર્પોરેટરો પણ દોડી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આજ નર્મદા ચોકડી સ્થિત ત્રણ મહિનામાં છથી વધુ લક્ઝરી બસ પલટી મારી જવાની ઘટનાઓ બનવા પામી છે.