ભરૂચ : પાણીએ કયાંક મંદિરો ડુબાડયાં તો કયાંક ઘરો, તો પછી ખેતરોની શું વિસાત, જુઓ પુરનો અલભ્ય નજારો

ભરૂચ : પાણીએ  કયાંક મંદિરો ડુબાડયાં તો કયાંક ઘરો, તો પછી ખેતરોની શું વિસાત, જુઓ પુરનો અલભ્ય નજારો
New Update

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી તેની ભયજનક સપાટીથી 10 ફુટ ઉપરથી વહી રહી છે. પુરના પાણી જુના ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં છે. અમે તમને બતાવી રહયાં છે નર્મદામાં આવેલા પુરનો અવકાશી નજારો

પાવન સલિલા મા નર્મદા વિશે કહેવાય છે નર્મદાના દર્શન માત્રથી માનવીના પાપ ધોવાય જાય છે. ઉનાળામાં શાંત અને સૌમ્ય લાગતાં મા નર્મદાએ ચોમાસામાં અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ડેમમાંથી છોડાયેલા લાખો કયુસેક પાણીના પગલે નદીમાં ત્રણ દિવસથી પુરની સ્થિતિ જોવા મળી રહી છે. નર્મદા નદીના પાણી જુના ભરૂચ શહેરને ધમરોળી ચુકયાં છે. શહેરના ઐતિહાસિક કોટ સુધી નદીના પાણી સ્પર્શી ગયાં છે અને ફુરજા વિસ્તારને તો આખો જળબંબાકાર કરી નાંખ્યો છે. નર્મદા નીર કે જેનાથી ખેડુતો સિંચાઇ કરતાં હતાં તે નીર આજે તેમના માટે આફત બની ગયાં છે. નદીની આજુબાજુ આવેલાં ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહયું છે. ભરૂચના ગાયત્રી મંદીર ખાતે એક સમયે નર્મદા નદી જયાંથી એકદમ દુર વહેતી હતી ત્યાં આજે નર્મદા મૈયા ખુદ ગાયત્રી માતાજીના મંદિરને પ્રક્ષાલી રહયાં છે.

#Connect Gujarat #Bharuch News #Bharuch flood #bharuch narmada river #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article