ભરૂચ પાલિકામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો, જૂના પ્રમુખને વિદાય શુધ્ધાં ન અપાયી

New Update
ભરૂચ પાલિકામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો, જૂના પ્રમુખને વિદાય શુધ્ધાં ન અપાયી

નવનિયુકત પ્રમુખ તરીકે સુરભીબેન તમાકુવાલા તથા ઉપપ્રમુખ પદે ભરતભાઈ શાહની વરણી

ભરૂચ નગરપાલિકાની અઢી વર્ષ નું શાશન પૂરું થતા જુના પ્રમુખ આર વી પટેલ ના સ્થાને નવનિયુકત પ્રમુખ ની દોડ માં સુરભી બેન તબાકુવાળા, નિનાબેન યાદવ, પ્રફુલાબેન લોટવાળા, અંબાબેન પારેખ હતા. જેમાં નગરપાલિકાના 44 સભ્ય પેકી 30 સભ્યોની મંજૂરીથી વોડ નંબર 7 ના ભાજપના સભ્ય સુરભી બેન તબાકુવાળાના નામ ઉપર મોહોર વાગી હતી. જેમણે આજે ભરૂચ નગરપાલિકા પ્રમુખનું પદ સંભાળતા સમર્થકો અને શુભેચ્છકોએ અંભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ અઢી વર્ષની ટર્મ પુર્ણ કરનાર આર.વી.પટેલને વિદાય કે શુભેચ્છા પણ સમર્થકોએ ન આપતા અંતે તેઓ નિરાશ થઈને નગરપાલીકા છોડી જતા રહયા હતા.

ભરૂક નગરપાલિકા હમેશાં તેના વહીવટ અને પ્લાનિંગ વગરના કામથી વિવાદમાં રહે છે. જેમાં ભરુચની ગટર લાઈન હોય કે પાણીની લાઈન હોય હંમેશા રોડ બન્યા પછી જ આ કાર્ય થાય છે. જેથી ભરૂચની જનતા હંમેશા રોડ-રસ્તા માટે વલખાં મારતી દેખાય છે. જેના ઉપરથી કહી શકાય કે, ભરૂચ નગરપાલિકા વહીવટ ખાડે ગયો છે. હવે નવા પ્રમુખ તરીકે મહિલા પ્રમુખ સુરભીબેન તંમાકુવાલા ચૂંટાયા છે. ત્યારે આજે તેમણે ચાર્જ સંભાળ્યો હોય તેમની સામે આગામી ચોમાસું ચેલેન્જ બની જશે. શહેરમાં સૌથી મોટો પ્રશ્ન રોડ અને સોસાયટીમાં ભરાતા પાણી, સ્વચ્છતા જેવા પાયાના મુદાનો છે. આ સમસ્યાનો નિકાલ પણ નવા પ્રમુખ માટે ચેલેન્જ સમાન છે.

હવે નવા પ્રમુખ ભરૂચની જનતાને નવું અને સ્વચ્છ ભરૂચ આપી શકશે ખરા? સુરભીબેન તબાકુવાળાનો વિસ્તાર પણ એક સ્લમ વિસ્તાર ગણાય છે. એટલે સ્વાભાવિક પણે સુરભીબેન તેમના વચ્ચેથી ચૂંટાઈને આવેલા છે. છેલ્લા અઢી વર્ષથી તેઓ ભરૂચના પ્રાણ પ્રન્નોથી વાકેફ પણ છે. તો ભરૂચની જતાન તેમના પ્રમુખ પદ લેવાની કાગડોળે રાહ જોઈને બેઠી હતી. પોતાના પ્રશ્નનો નવા પ્રમુખ વહેલીતકે ઉકેલ લાવશે તેવી આશા બાંધીને બેઠા છે. સાથે જ નવા પ્રમુખ ભરૂચને સુંદર અને સ્વચ્છ શહેર બનાવે તેવી શહેરીજનોએ આશા વ્યક્ત કરી છે.

Latest Stories