ભરૂચ: ભાજપાની જંબુસર-આમોદ વિધાનસભા વિસ્તારની જાહેર સભા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ

New Update
ભરૂચ: ભાજપાની જંબુસર-આમોદ વિધાનસભા વિસ્તારની જાહેર સભા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ

મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની જંબુસર-આમોદ વિધાનસભા વિસ્તારની જાહેર સભા મુખ્યમંત્રી વિજય રૂપાણીન અધ્યક્ષતા માં યોજાઇ હતી,જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

૨૨ ભરૂચ લોકસભા બેઠક ઉપર આ વખત ની લોકસભા ચૂંટણીમાં ત્રીપાંખીયો ચૂંટણી જંગ જામ્યો છે,વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે જંગી સભાઓના આયોજન માં લાગી ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની જંબુસર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ઉપસ્થિતમાં યોજાઇ હતી,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિપક્ષો ને આડે હાથ લઇ સભામાં પ્રહાર કર્યા હતા,સી.એમ રૂપાણી એ જણાવ્યું હતું કે એક તરફ ચોકીદાર તો બીજી તરફ ચોરોની જમાત,સાથે જ મુસલમાનો નો કોંગ્રેસ પક્ષે માત્ર મત ના મશીન તરીકે ઉપયોગ કર્યો છે,તેમજ પાકિસ્તાન મુદ્દે પણ તેઓએ આડે હાથ લઇ વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા,મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે આ ચૂંટણી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છે,મોદી ચૂંટણી હાર્યા તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે અને જીત્યા તો પાક.માં માતમ છવાશે તેમ તેઓએ જણાવ્યું હતું

Latest Stories