ભરૂચ : ભાભીના પ્રેમમાં અંધ બન્યો હતો દિયર, ત્રિકમનો ઘા મારી ભાઇના રામ રમાડી દીધાં હતાં

New Update
ભરૂચ : ભાભીના પ્રેમમાં અંધ બન્યો હતો દિયર, ત્રિકમનો ઘા મારી ભાઇના રામ રમાડી દીધાં હતાં

ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં ભાભીના પ્રેમમાં પડેલા દીયરે પોતાના ભાઈની હત્યા કરી નાંખી હતી. એક મહિના બાદ હત્યાનો ભેદ ખુલતાં પોલીસે હત્યારા ભાઇની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં રહેતી મંજુબેન વાઘ સાથે તેના દિયરની આંખ મળી ગઈ હતી જેના પગલે ઘણી વખત દિયર સંજય ભાભીને જણાવતો હતો કે તું તારા પતિને છોડી દે મારી પત્ની બનીને મારા ઘરે આવી જા પરંતુ મંજુબેન દિયર સાથે જવા તૈયાર ન હતી જેના કારણે મંજુબેન વાઘ ને પામવા માટે તેના દિયર સંજય દેવીપુજકએ મફતની ત્રિકમનો ઘા મારી હત્યા કરી નાંખી હતી. એક મહિના બાદ હત્યાનો ભેદ ખુલતાં નર્મદા માર્કેટની અવાવરૂ જગ્યામાંથી મૃતક મફતભાઇના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભમાં પોલીસે ભાઇની હત્યા કરનારા સંજયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories