/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/02163644/maxresdefault-21.jpg)
ભરૂચમાં નશાબંધી અને આબકારી વિભાગ તેમજ વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા આજરોજ ગાંધી જયંતી નિમિત્તે નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાયો છે.
રાજ્ય સરકાર દ્વારા તારીખ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી તારીખ ૮મી ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નશાબંધી સપ્તાહની ઉજવણીનો ઉદઘાટન સમારંભ બહુમાળી બિલ્ડીંગ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે નશાબંધી અને આબકારી વિભાગના અધ્યક્ષ એસ.આર.વસાવા, ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસર સંજય સોની,જીલ્લા નશાબંધી નિયોજક ડી.એ.રણા, પી.એસ.આઈ.નરેશ ગઢવી તેમજ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે વ્યાસન મુક્તિ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તો સાથે જ માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સમાજ સુરક્ષા વિભાગ,ગાયત્રી પરિવાર અને ચેતના વ્યસન મુક્ત કેન્દ્રના સહયોગથી યોજાયો હતો.