ભરૂચ : વાગરામાંથી શંકાસ્પદના ગોળના જથ્થા સાથે બે વેપારીઓની અટકાયત

New Update
ભરૂચ : વાગરામાંથી શંકાસ્પદના ગોળના જથ્થા સાથે બે વેપારીઓની અટકાયત

વાગરાની જેનીથ સોસાયટીમાં આવેલાં કોમ્પલેકસમાં દરોડા પાડી એલસીબીએ

શંકાસ્પદ ગોળના 197 જેટલા ડબ્બા ઝડપી પાડયાં છે. આ ગોળ દેશી દારૂ બનાવવા વપરાતો હોવાની

આશંકાએ ગોળના નમુના તપાસ માટે એફએસએલમાં મોકલાયાં છે. 

ભરૂચ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વાગરામાં વસ્તીખંડાલી

રોડ પર આવેલા જેનિથ સોસાયટીના કોમ્પ્લેક્ષમાં ગોળના શંકાસ્પદ જથ્થો રાખવામાં આવ્યો

છે. એલસીબીની ટીમે ગોડાઉન પર દરોડો પાડતાં ગોળના 197 જેટલા ડબ્બા મળી આવ્યાં હતાં. ગોળનો

જથ્થો વાગરામાં કરિયાણાનો વેપાર કરતાં પિન્ટુ શાહ તેમજ હસન ચાવડાનો હોવાની વિગતો

પોલીસની તપાસમાં બહાર આવી હતી. પોલીસે બંનેને અટકાયત કરી ગોળનો જથ્થો કયાંથી

લાવ્યા અને કયાં ઇરાદે લાવ્યાં હતાં તેની તપાસ શરૂ કરી છે. હાલ તો ગોળના જથ્થાના

નમુના લઇને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે

મોકલવામાં આવ્યાં છે. ગોળ ખાદ્ય છે કે અખાદ્ય તે રીપોર્ટ બાદ જાણી શકાશે. અત્રે

ઉલ્લેખનીય છે કે, અખાદ્ય ગોળ દેશી દારૂની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. લોકલ

ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી બાદ વાગરા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.

Latest Stories