/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/bh1-e1563806951263.jpg)
વીજળી પડતા ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે ખસેડતાં ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યો
ભરૂચ શહેરમાં બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા મુશળધાર વરસાદ વરસતા વીજળી પડતા વેજલપુરના નર્મદા ઓવારે એક વ્યક્તિ પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચના વેજલપુર માછીવાર વિસ્તારમાં રહેતા જયંતિ ઉર્ફે ભગત માછી કોઈ કામ અર્થે વેજલપુરના નર્મદા ઓવારે ગયા હતા. દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે અચાનક વરસાદ વરસતા વરસાદ દરમિયાન આકાશમાંથી વીજળી પડતા વીજળીનો ભોગ જયંતીભાઈ માછી બન્યા હતા. જોકે તેઓને બેભાન અવસ્થામાં જ સારવાર અર્થે ભરૂચના પાંચબતી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતાં ફરજ પરના તબીબોએ તેઓને મરણ જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
જોકે બનાવ અંગેની જાણ ભરૂચ બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી મરણજનારનો મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજયું હોવાના અહેવાલો લોકોમાં કુતૂહલ સર્જ્યું હતું. જોકે વરસાદ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા થતી વેળા નર્મદા ઓવારે ન જવા માટે લોકોએ આહવાન પણ કર્યુ હતું.