/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-91.jpg)
યુ.પી. ગોરાખપુરના મુકેશ ચૌધરી સામે લોકોમાં ફિટકારની લાગણી
વાગરાના સુવા ગામે બાળકી સાથે દુષ્કર્મની ઘટના
નરાધમ સામે પોસ્કો અને અપહરણનો ગુનો નોંધી તપાના ચક્રો ગતિમાન
ભરૂચ સિવિલમાં બાળકીને સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાગરાના સુવા ગામે બાળકી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા મામલો ગરમાયો હતો. પોલીસે પરપ્રાંતીય નરાધમ સામે પોસ્કો અને અપહરણનો ગુનો નોંધી તપાસને વેગવંતી બનાવી હતી.લોકોમાં પરપ્રાંતિયો વિરુદ્ધ આક્રોશ વ્યાપી જવા પામ્યો છે.
વાગરાના દહેજ પંથકમાં અનેક વિધ કંપનીઓ આવેલી છે.હજારો પરપ્રાંતિયો રોજીરોજગાર માટે દહેજ વિસ્તારમાં ધામા નાંખ્યા છે.ઇન્ડસ્ટ્રીઝ ઝોનના ડેવોલોપમેન્ટ થઇ રહ્યો છે.તો બીજી બાજુ ગુનાખોરીનું પ્રમાણમાં પણ ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. જેમાં ગતરોજ સુવા ગામની દુષ્કર્મની ઘટના બનતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ હતુ. પરપ્રાંતીય યુવક મુકેશ બંસીલાલ ચૌધરી,મૂળ રહે, ગોરખપુર,યુ.પી.,હાલ રહે સુવા ગામનાએ ગામની ૧૫ માસની બાળકીનું ગતરોજ સાંજે અપહરણ કર્યું હતુ. ઘરની બાજુમાં રહેતા મુકેશ બાળકીને રમાડવાના બહાને અપહરણ કરી અદાણી કંપનીની બાવળીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. બે ત્રણ કલાક સુધી બાળકી ઘરે નહિ આવતા ઘરના લોકો સહિત ગામલોકો શોધખોળ કરવા નીકળ્યા હતા. બાળકી અદાણી કંપનીની બાવળીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.
ભરૂચ સિવિલમાં બાળકીને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવી હતી.દહેજ પોલીસે પોસ્કો એક્ટ તેમજ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ જે.એન ઝાલા કરી રહ્યા છે.