/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/09183118/00-1.jpg)
ભરૂચ જિલ્લામાં ફુલેલી ફાલેલી દારુની બદીને રોકવા માટે હવે સ્ટેટ વિજીલન્સની ટીમ મેદાનમાં આવી છે.બે દિવસમાં સ્ટેટ વિજીલન્સની ટીમે 29 લાખ રૂપિયા ઉપરાંતનો દારૂ ઝડપી પાડતાં સ્થાનિક પોલીસના હોંશ ઉડી ગયાં છે.
ભરૂચ જિલ્લાના નયન કિશોર કાયસ્થ ઉર્ફે નયન બોકડો તથા પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણ વડોદરાવાળો તથા સતીશ ચંદુ વસાવા ઉર્ફે સતયો ગાંડો રહેવાસી નવાગામ કરારવેલ અંકલેશ્વરનાઓ ભેગા મળી ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરતાં હોવાની બાતમી સ્ટેટ વિજીલન્સને મળી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝઘડીયા જીઆઇડીસીમાં બાતમી વાળી જગ્યાએ છાપો મારતા પાર્કિંગમાં આઈસર ટેમ્પો સાઈડમાં પાર્ક કરેલ જણાયા હતા. બંને ટેમ્પાને પાછળથી તાળુ મારેલ હોય તેને તોડી અંદર જોતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને ટેમ્પોમાંથી કુલ 25 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. બે આઇસર ટેમ્પા મળી કુલ ૪૫,૬૨,૪૮૦ નો મુદ્દામાલ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ભરૂચ જિલ્લાના તથા વડોદરા જિલ્લાના મળી કુલ ત્રણ બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બે દિવસથી સ્ટેટ વિજીલન્સની કામગીરીના પગલે હાલ બુટલેગરો તથા સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાયો છે.