/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-76.jpg)
હોમગાર્ડ વિભાગમાં હાજરી કૌભાંડનું ભૂત વખતો–વખત ધુણતું આવ્યું છે. જેમાં ફરી એક વખત હાજરી કૌભાંડનો કિસ્સો બહાર આવ્યો છે. ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ખોટી હાજરી ભરવાના મુદૃ બે પ્લાટુન કમાન્ડરો સહિત હોમગાર્ડના જવાનો વચ્ચે મારામારી થતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો.
ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા પ્લાટૂન કમાન્ડર જીજ્ઞેશ કાયસ્થ તેમની ટીમ સાથે રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા માટે ગયા હતા. જ્યાં પ્લાટૂન કમાંડર હરિબાબુ ભગવાનદાસ અહેવરે આવીને હાજરી પુરવાનો પ્રયાસ કરતા જીજ્ઞેશ કાયસ્થે તેનો વિરોધ કર્યો હતો. જીજ્ઞેશ કાયસ્થના કહેવા મુજબ હરિબાબુ અહેવરની આ પોલીસ સ્ટેશનમાં ફાળવણી ન થઈ હોવા છતાં પણ ખોટી રીતે હાજરી પુરવા દબાણ કરતો હતો.
ખોટી હાજરી પુરવાની ના પાડી વિરોધ કરતાં તે જીજ્ઞેશ કાયસ્થ સહિતના હોમગાર્ડઝ સાથે ઝઘડો કરી મારામારી પર ઉતરી આવ્યો હતો. જીજ્ઞેશ કાયસ્થે આ ઉપરાંત ભરૂચના તમામ ડિવિઝનોમાં હોમગાર્ડ દ્વારા ખોટી ગેરહાજરીનું કૌભાંડ ચાલતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહિં આ અંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પણ જાણતા હોવાનો દાવો કર્યો હતો અને છતાં પણ મોટાપાયે હાજરી કૌભાંડ ચાલી રહયું છે.
તાજેતરમાં લેવાયેલ પ્લાટુન કમાન્ડરની ટેસ્ટમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો. જે હોમગાર્ડ ધો.૧૦ પાસ હોય,પ્લાટૂન સાર્જન્ટ તરીકે ત્રણ વર્ષનો અનુભવ હોય અને રાજ્ય સરકારનો કેમ્પ કર્યો હોય તે લોકો જ પરીક્ષા આપી શકે તેવો નિયમ હોવા છતાં પણ ધો.૧૦ પાસ ન હોય અને પ્લાટૂન સાર્જન્ટ તરીકનો ત્રણ વર્ષનો અનુભવ ન હોય તેવા લોકોને પણ ભ્રષ્ટાચાર કરીને પરીક્ષા માટેની મંજૂરી આપવામાં આવી હતી. હોમગાર્ડના જ પ્લાટૂન કમાન્ડરે કૌભાંડોનો પર્દાફાશ કરતા સમગ્ર હોમગાર્ડ છાવણીમાં ખળભળાટ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ કાયસ્થે પ્લાટુન કમાન્ડરની ટેસ્ટ માટે થોડા સમય પહેલા હોમગાર્ડના અમદાવાદ ખાતેના ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે લેખિતમાં ફરીયાદો કરાઇ છે પરંતુ તેની સામે અત્યાર સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
હોમગાર્ડના પ્લાટૂન કમાન્ડરની મારામારી પ્રકરણમાં પ્લાટૂન કમાન્ડર હરિબાબુ અહેવરે પોતાની પાસે રેલ્વે પોલીસ સ્ટેશનમાં ચેકિંગ કમાન્ડર તરીકેનો ઓર્ડર મળયો હોવાનો દાવો કર્યો હતો. જે ઓર્ડર ખોટો હોવાનો જીજ્ઞેશ કાયસ્થે હોવાનું જણાવ્યું હતું. જીજ્ઞેશ કાયસ્થના કહેવા મુજબ જા હરિબાબુ અહેવરને ખરેખર ચેકિંગ કમાન્ડર તરીકેનો ઓર્ડર અપાયો હોય તો તેની જે તે પોલીસ સ્ટેશનમાં નોંધ હોવી જાઇએ અને ત્યાંના ચોપડે તેની રોજ હાજરી પુરાતી હોવી જાઇએ. રેલ્વે પોલીસ સ્ટેશનમાં હરિબાબુ અહેવરની ચેકિંગ કમાન્ડર તરીકેની કોઇ નોંધ થયેલી નથી. જિલ્લા ઓફિસર કમાન્ડરે તેને ખોટી રીતે ઓર્ડર આપ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.