ભરૂચઃ પ્લાયવૂડની આડમાં છૂપાવ્યો હતો 27.18 લાખનો દારૂનો જથ્થો, બે ઝડપાયા

New Update
ભરૂચઃ પ્લાયવૂડની આડમાં છૂપાવ્યો હતો 27.18 લાખનો દારૂનો જથ્થો, બે ઝડપાયા

LCBએ રાત્રિ પેટ્રોલિંગમાં હાઈવે ઉપર ગુરૂદ્વારા નજીકથી ટ્રક કબજે કરી

ભરૂચ એલસીબી પોલીસની ટીમ દ્વારા ગત રાત્રિના સમયે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. અંકલેશ્વર તરફથી થી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ જતી ટ્રકમાં તપાસ કરાતા તેમાંથી 27.18 લાખનો દારૂ હોવાનું સામે આવ્યું હતું.

publive-image

ભરૂચ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 8 વગુસણા ગામ પાસે આવેલા ગુરૂદ્વારા પાસે વોચ ગોઠવી હતી. તેવામાં બાતમી વાળી ટ્રક નંબર આરજે-06, જીએ-4163 આવતાં તેને અટકાવી હતી. અંકલેશ્વર તરફથી વડોદરા તરફ જઈ રહેલી આ ટ્રકમાં વિદોશી દારુનો જથ્થો હોવાનું સામે આવ્યું હતુ. ટ્રક સાથે પોલીસે રવિન્દર સુરજપાલ યાદવ અને રાજેશ રાજકુમાર જાટ બન્ને રહે હરિયાણાની અટકાયત કરી હતી.

ટ્રકમાં તાડપત્રી ઠાંકી તેમાં પ્લાયવૂડના બોર્ડ ભરેલા હતા. તેની આડમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવેલો હતો. જેની ગણતરી કરતાં 453 બોક્ષ મળ્યા હતા. તેની કિંમત રૂપિયા 27.18 લાખ આંકવામાં આવી હતી. ટ્રક અને દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળી કૂલ રૂપિયા 37.30 લાખનો મુદ્દામાલ કબજે કરી નબીપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો તેઓ હરિયાણાથી ભરીને લાવ્યા હતા. અને વડોદરાની આસપાસ ખાલી કરવાના હોવાની વિગતો જણાવી હતી. પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Latest Stories