ભરૂચ:જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી બેંકની મુલાકાત

New Update
ભરૂચ:જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી બેંકની મુલાકાત

ભરૂચ શહેરના ભોલાવ ખાતે કાર્યરત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ઉચ્ચતર વિભાગ કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ તા.૨૫મીનીના રોજ ભરૂચ શહેરની પ્રાઇમ બેંકની શૈક્ષણિક મુલાકાત લીધી હતી.

જયાં પ્રાઇમ બેંકના કર્મચારી અને મેનેજરે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવકારી તેમને બેંકીંગની સીસ્ટમ,લેવડ-દેવડ, તથા બેંકમાં થાપણ,હુંડીયામણ વિષેની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા.સાથે જ વિદ્યાર્થીઓને કોમર્સમાં એકાઉન્ટ વિષય કેવી રીતે ઉપયોગી છે. બેંકમાં કેવી કામગીરી કરાય છે. તે બાબતે પણ વિદ્યાર્થીઓને મુઝવતા પ્રશ્નોની માહિતિ આપી હતી.અંતમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળાના વિદ્યાર્થીઓને માહિતિ પ્રદાન કરવા બદલ પ્રાઇમ બેંકના સ્ટાફ,મેનેજરનો આભાર માન્યો હતો.

Latest Stories