ભરૂચ:ઝાડેશ્વર વિસ્તારમાં આઈનોક્સ મોલ પાસે TOP FM ભરૂચ દ્વારા ૧૫૦૦ વૃક્ષનું કરાયું વિતરણ

New Update
ભરૂચ:ઝાડેશ્વર વિસ્તારમાં આઈનોક્સ મોલ પાસે TOP FM ભરૂચ દ્વારા ૧૫૦૦ વૃક્ષનું કરાયું વિતરણ

પર્યાવરણના જતન માટે વૃક્ષએ આજે મહત્વનું સાધન બની ગયું છે,વૃક્ષ વિના પર્યાવરણ નું જતન નિષ્ફળ છે, આજે વિશ્વ પર્યાવરણદિન હોય ગ્રીન ભરૂચ ટોપ ભરૂચની થીમ સાથે ૧૦૫.૨ ટોપ.એફ.એમ ભરૂચ દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઇનોક્સ મલ્ટીપ્લેક્સ ખાતે વૃક્ષના રોપા વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ટોપ.એફ.ના સ્ટાફ દ્વારા શહેરના લોકોને ૧૫૦૦ જેટલા વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણના જતન માટે ભરૂચ શહેરના લોકોએ પણ જાગૃતતા બતાવી વૃક્ષના રોપા લઇ પર્યાવરણના રક્ષણ માટેના પોતાના મકાનો અને ગાર્ડનમાં વૃક્ષના ઉછેર કરવાના સંકલ્પ સાથે ઉત્સાહ પૂર્વક રોપા વિતરણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમ માં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, ટોપ એફ એમના આર જે દિપાલી તેમજ આર.જે સૌરભ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Latest Stories