/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/02-3.jpg)
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જિલ્લામાં દારૂ - જુગાર સદંતરપણે નાબુદ કરવા પ્રોહી તથા જુગાર અંગેની ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી. ટીમ દ્વારા ભરૂચ શહેર દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ મઢુલી સાર્કલ પાસેથી રીક્ષામાં ભરેલ ઇંગ્લીશ દારૂના પાઉચ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
પોલીસે ઝડપાયેલ આરોપીની પુછતાછ કરતા તેનું નામ ધર્મેન્દ્રભાઇ કમલેશભાઇ કેવટ રહે,મકાન નંબર- ૯ર,રાધાકિષ્ના રેસીડેન્સી ચાવજ ભરૂચ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે ધર્મેંન્દ્ર કેવટની અટકાયત કરીતેની પાસે રહેલ ઇંગ્લીશ દારૂ 8301ના પાઉચ નંગ ૧૫૩ કીં.રૂપિયા ૧૫૩૦૦/- તથા એક ઓટોરીક્ષા નં. GJ-16-Z-4543 કીં.રૂપિયા ૪૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂપિયા ૫૫,૮૦૦,/-નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂધ પ્રોહિબિશન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.