ભરૂચના આસિયાના બંગલોઝ માં ખુલ્લાં ટ્રાન્સફાર્મર અને વાયરો પાસે રમવાબાળકો મજબૂર,તંત્ર ઉદાસીન

New Update
ભરૂચના આસિયાના બંગલોઝ માં ખુલ્લાં ટ્રાન્સફાર્મર અને વાયરો પાસે રમવાબાળકો મજબૂર,તંત્ર ઉદાસીન

ભરૂચના મનુબર રોડ પર આવેલ આશિયાના બંગલોઝ નામની સોસાયટી પાસે ખુલ્લા વાયરો અને ટ્રાન્સફાર્મર ને લઇ ને સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆત કરવા પછી પણ DGVCL દ્વારા કોઈ તકેદારીના પગલાં ન લેવાતા ત્યાં રમતા બાળકો સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે છેલ્લા ઘણા સમય થી આ બાબતની રજુઆત કરવામાં આવે છે. પરંતુ DGVCL દ્વારા કોઈ ધ્યાન નથી અપાઈ રહ્યું. એવામાં એ સવાલ ઉભા થઇ રહ્યા છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેનો જવાબદાર કોણ?

Latest Stories