New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/01-5.jpg)
પાલેજ આગામી ઇદુલ ફિત્રનું પર્વ સાંગોપાંગ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય એ હેતુસર ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકના પોસઇ આર એ બેલીમના અધ્યક્ષપદ હેઠળ નબીપુર પોલીસ મથકમાં શાંતિ સમિતિની એક બેઠકનું આજરોજ સાંજના સુમારે આયોજન કરાયું હતું. જેમાં નબીપુરના સરપંચ સહિત આસપાસના ગામોના હિંદુ - મુસ્લિમ સંપ્રદાયના લોકો હાજર રહ્યા હતા.
અધ્યક્ષ સ્થાનેથી નબીપુર પોલીસ મથકના પોસઇ આર એ બેલીમે હિંદુ - મુસ્લિમ સંપ્રદાયના લોકોને ઇદુલ ફિત્રનું પર્વ શાંતિ, સોહાર્દભર્યા, ભાઇચારા તેમજ કોમી એક્તાના માહોલમાં ઉજવણી કરવા ખાસ અનુરોધ કર્યો હતો. શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત હિંદુ - મુસ્લિમ સંપ્રદાયના આગેવાનોએ પણ તેઓના તરફથી સંપૂર્ણ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી. ખુબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શાંતિ સમિતિ બેઠકનું સમાપન થયું હતું.
Latest Stories