/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/bharuch-juth-athdaman.jpg)
ભરૂચ ભોલાવા રોડા પરના ખેતલા આપા ટી સ્ટોલ નજીકમાં કોઇ કારણોસર બે જૂથા આમને સામને આવતાથયેલ જૂથા અથડામણમાં એકા વ્યક્તિને માથામાંગંભીર ઇજાઓ થયાની ઘટના બનવા પામી છે.
ભરૂચ ખાતે ભોલાવ રોડ ઉપર આવેલ ખેતલા આપા ટી સ્ટોલ નજીકમાં બે જૂથ વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્રસ્વરૂપ ધારણ કરી લેતાં બે જૂથ આમને સામને આવી વાત મારામારી સુધી પહોંચવા પામી હતી.આ અથડામણના પગલે લોકોના ટોળે ટોળા એકત્રીત થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું. આ જૂથ અથડામણના પગલે આ રોડ ઉપર આવનજાવન કરતો ટ્રાફિક પણ પ્રભાવિત થવા પામ્યો હતો.
આ અથડામણમાં એક ઇસમને માથામાં ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ટીમે તાત્કાલીક ઘટના સ્થળે ધસી આવી પરિસ્થીતિ પર કાબુમાં લેવા પ્રયત્નો કર્યો હતો.જોકે પરિસ્થીતિ કાબુ બહાર દેખાતા આખરે પોલીસે બળ પ્રયોગ કરવાનો વારો આવતા પોલીસે બંન્નેવજૂથને છુટા પાડવા માટે હળવો લાઠી ચાર્જપણ કરવો પડ્યો હતો.અંતે બંન્નેવ જૂથને છુટા પાડવામાં પોલીસને સફળતા મળી હતી.પોલીસે રોડ ઉપરના ટોળા વિખેરી અથડામણ કરનાર બંન્નેવ જૂથના સભ્યો વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.