/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-8.jpg)
સરકારી કચેરીઓ ના છબરડાઓનો ભોગ ગરીબ માણસો બને છે એ વાતની હવે નવાઈ નથી રહી ત્યારે ભરૂચમાં વધુ એક સરકારી તંત્રના છબરડાની ઘટના સામે આવી છે,એક ગરીબ અને મહિને 4000 રૂપિયાના પગારદાને જીએસટી દ્વારા 200 કરોડ ની અધધ..નોટિસ મળતા એ ગરીબના હાંજા ગગડી ગયા છે.
ડ્રાયવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અને વસંતમિલની ચાલમાં રહેતા સુરેશ ગોહિલને રૂપિયા 200 કરોડની કરચોરી ની નોટિસ મળતા સુરેશભાઇના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માત્ર 4000ના પગારે પોતાનું પેટિયું રળતા સુરેશ ભાઈનેન માત્ર 200 કરોડ ની નોટિસ મળી પણ જીએસટીના કર્મચારીઓએ એમના ત્યાં દરોડા પણ પાડ્યા અને એમના ઘરે જી.એસ.ટી.વિભાગે સર્ચ ઓપરેશન પણ કર્યું અને સ્વાભાવિક રીતે સર્ચમાં કાંઈ જ ન મળતા અધિકારીઓની ટિમ વિલા મોઢે પાછી ફરીહતી ત્યારે સરકારી છબરડાઓ નો ભોગ આ ગરીબો ક્યાં સુધી બનશે એ સવાલો ઊભા થયા છે.