ભરૂચમાં લગ્ન પ્રસંગે ડીજે બંધ કરાવવાની રીસે હોમગાર્ડ પર હૂમલો

New Update
ભરૂચમાં લગ્ન પ્રસંગે ડીજે બંધ કરાવવાની રીસે હોમગાર્ડ પર હૂમલો

કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે એક માસ પહેલા ફર્જ દર્મિયાન ડીજે બંધ કરાવ્યું હતું.

હોમગાર્ડ પર ચાલુ ફરજે હૂમલો કરનાર ભાજ્પી હોદ્દેદાર

ભરૂચમાં એક માસ પહેલા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર લગ્નમાં વાગતું ડીજે બંધ કરાવ્યાની રીસ રાખી પોતાની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનને આંતરી તેના માથાના ભાગે તિક્ષણ હથિયાર વડે હૂમલો કરતા ઘાયલ હોમગાર્ડ જવાનને સારવાર અર્થે લોહીલુહાણ હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયા હતા.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની શિવ કૃપા સોસાયટી ખાતે રહેતા રાજેન્દ્ર કુમાર ઉમા ચંદરાણા હોમગાર્ડમાં ફરજ બજાવી રહ્યા છે જેવો એક માસ પહેલા ફરજ પર હતા. દરમિયાન લગ્ન પ્રસંગે ડીજે મોડીરાત્રિએ ચાલુ હોવાથી ડીજે બંધ કરાવી કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરી બંધ કરાવ્યું હતું.

જે વાતના એક મહિના પછી પણ જૂની ડીજે બંધ કરવાની રીસ રાખી ગત રાતે નર્મદા એપાર્ટમેન્ટ પાસે હોમગાર્ડના જવાન રાજેશભાઈ રાણાને આંતરી લઇ ભાજપનાં આગેવાન પ્રજ્ઞેશ દલપતભાઇ પટેલે હોમગાર્ડના જવાન સાથે બોલાચાલી કરી તેના હાથમાંની લોખંડની ફેટ વડે માથાના ભાગે મુક્કા મારતા હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

જેને તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયો હતો. ઘટનાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરાતા પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત જવાનની ફરિયાદ લઇ હુમલાખોર પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories