/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/01-4.jpg)
ભરૂચના દાંડિયા બજાર ખાતે આવેલ મહર્ષિ ભૃગુઋષિ મંદિર સ્થિત શનિ દેવ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. દિવસભર ભક્તોએ મોટી સંખ્યામાં શની ભગવાનના દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.
આજરોજ શનિ જયંતિ નિમિત્તે ઠેર ઠેર દેવાલયોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ત્યારે ભરુચના દાંડિયા બજાર ખાતે ભગવાન શનિ દેવના મંદિરે પણ સવારથી જ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું.
શનિ જયંતિ નિમિત્તે મંદિરમાં મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શનિયાગનું શ્રીફળ હોમવા સહિતના ધાર્મિક કાર્યક્રમોનો પણ ભાવિક ભક્તોએ લ્હાવો લીધો હતો. વહેલી સવારથી જ શનિ દેવના મંદિરમાં ભક્તોએ ભગવાન તેલ, તલ સહિત પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. જો કે ભરુચના દાંડિયા બજાર વિસ્તારમાં ભગવાન શનિ દેવનું માત્ર એક જ મંદિર હોવાથી ભક્તોનો પણ ભારે ધસારો જોવા મળ્યો હતો.