/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-545.jpg)
તબરેઝ અન્સારીને ન્યાય અપાવવા અને તેના હત્યારાઓને ફાંસી થાય, ધર્મના નામે જે રીતે મુસ્લિમ સમાજના લોકોને નિશાન બનાવવામાં આવે છે. તે માટે સરકાર મોબ લિચિંગ સામે એવો કડક કાયદો બનાવે જેથી આવા કૃત્યો કરતા માણસનો વેશ ધારણ કરી સમાજમાં ખુલ્લે આમ ફરતા અસામાજિક તત્વો સામે કડક સજાની માંગણી સાથે રેલી કાઢી ભરૂચ મુસ્લિમ સમાજે ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.
સમગ્ર દેશમાં મોબ લિંચિંગની ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ પણ મોબ લીંચિંગ બનતી ઘટનાઓ સામે લાલ આંખ કરી રાજ્ય સરકારોને ઘટનાઓ બનતી અટકાવવા સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા છે. તેમ છતાં મોબ લિચિંગની ઘટનાઓ રોજબરોજ બની રહી છે.મોબ લિંચિંગ ઘટનાઓનો સૌથી વધુ ભોગ મુસ્લિમ સમાજના નિર્દોષ લોકો બનતા અને તાજેતરમાં ઝારખંડમાં બનેલી મોબ લિંચિંગની ઘટના પછી મુસ્લિમ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
દેશમાં ધર્મના નામે વહેચીંને આતંક ફેલાવનાર અસામાજિક તત્વો સાથે શખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે દેશમાં લઘુમતી સમાજ માટે સલામતીનું વાતાવરણ ઉભું કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સરકાર સામે કરી હતી.