ભારત-પાકિસ્તાનની મેચને પગલે ભરૂચમાં યુવાનોમાં ભારે ઉત્સાહ

New Update
ભારત-પાકિસ્તાનની મેચને પગલે ભરૂચમાં યુવાનોમાં ભારે ઉત્સાહ

સામાન્ય રીતે ક્રિકેટ પ્રેમ ગુજરાત સહિતના તમામ લોકોમાં જોવા મળે છે. ત્યારે કેટલાક ક્રિકેટ રસીકો મેચ જોવા ટીકીટ ખર્ચીને સ્ટેડીયમ ઉપર જતા હોય છે. તો કેટલાક મોટા સ્ક્રીન લગાવી જોતા હોય છે અને કેટલાક લોકો પોતાના ઘરે મેચ જોવા કરતા પોતાના ઘર પાસેના સોસાયટીના હોલમાં મિત્રો સાથે ભેગા મળી મેચ નિહાળતા હોય છે. જેમાં પણ ખાસ કરીને જો ભારત-પાકિસ્તાનની મેચ હોય તો તો દર્શ્કોમાં કંઇક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. આજે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ-૨૦૧૯ હોય ભરૂચના યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાનો એક હોલમાં એકત્રીત થઈ ઢોલનગારા સાથે મેચ નીહાળી એક-એક રન અને એક-એક બોલે ઉત્સાહીત થઈ ઢોલ નગારા વગાડતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનિય છે કે ઘણા વર્ષો પછી આજે ભારત પાકિસ્તાન વચ્ચે વર્ષો પછી મેચ રમાય રહી છે. ત્યારે આ મેચને લઈ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમ કે કોઈ ઉત્સવ હોય તેમ ફોર અને સિક્સ પર ઢોલ -નગારાં વગાડી મેચની મઝા માણતા નજરે પડ્યા હતા..

Latest Stories