/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/photo2-3.jpg)
ર૭મી મે એટલે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ. રવિવારના રોજ તેમની પ૪મી પુણ્યતિથિ હતી. પરંતુ ભરૂચ જિલ્લા કોંગ્રેસ જવાહરલાલ નહેરુની પ૪મી પુણ્યતિથિ ઉજવવાથી દૂર રહેતા વિવાદની એરણે ચડયું છે.
કોંગ્રેસ દ્વારા દેશના વડાપ્રધાન સ્વ. ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધીની જન્મજયંતિ અને પુણ્યતિથિ બંને ઉજવાય છે. એટલે સુધી કે હવે રાહુલ ગાંધીનો જન્મદિવસ પણ કોંગ્રેસ મનાવે છે. પરંતુ કોંગ્રેસ ર૭મી મેના રોજ કોંગ્રેસના મૂળમાં જેઓ ગણી શકાય તેવા પં.જવાહરલાલ નહેરુ ની પુણ્યતિથિને કોંગ્રેસ ભુલી ગયું હોય તેમ તેમની પુણ્યતિથિ મનાવી ન હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૪૭થી ૧૯૬૪ સુધી જવાહરલાલ નહેરુએ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. આમ કોંગ્રેસના પાયામાં જેમનું યોગદાન રહયું છે તેવા ભારતના પૂર્વ વડાપ્રધાનની પ૪મી પુણ્યતિથિને ભુલી જવાથી કોંગ્રેસ ચર્ચાની એરણે ચડયું છે.