ભિલોડાની બુઢેલી નદીમાં વરસાદનો ધસમસતો પ્રવાહ વધતા હાઈવે બંધ

New Update
ભિલોડાની બુઢેલી નદીમાં વરસાદનો ધસમસતો પ્રવાહ વધતા હાઈવે બંધ

ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા

રસ્તો બંધ કરવાને કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ

અરવલ્લીમાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગઈકાલે જિલ્લામાં ધનસુરા, ભિલોડા, બાયડ, મોડાસા, મેઘરજ, માલપુરમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા હતા. ભિલોડ પંથકમાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભિલોડામાં બુઢેલી નદીના પ્રવાહમાં વધારો થયો છે. ત્યારે ભિલોડોમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, અને સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે.publive-imageભિલોડા પંથકમાં મોડી રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે બુઢેલી નદીના પાણીના પ્રવાહમાં વધારો થયો છે. જેને કારણે બુઢેલી નદીના પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યું છે. નદીનો ધસમસતો પ્રવાહ વધતા શામળાજી – ભિલોડા રસ્તો બંધ કરાયો છે. જેથી કોઈ નુકશાની ન સર્જાય. રસ્તો બંધ કરવાને કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થયો છે. જેને કારણે અનેક વાહનો અટવાયા છે. વરસાદ બંધ થતા અને પાણી ઓસરી જતા આ હાઈવે ફરીથી વિધિવત ચાલુ કરાશે.

બીજી તરફ, ભિલોડાની હાથમતી નદીમાં પાણીની આવક થઈ હતી. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી હાથમતી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. વરસાદને કારણે કેટલીક સોસાયટીમાં પાણી ભરાયા છે. જેને કારણે રહીશોમાં પણ ફફડાટ ફેલાયો છે.

Latest Stories