New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Bhaiuji-Maharaj.jpg)
મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભૈયુજી મહારાજે પોતે જ પોતાને ગોળી મારી દેતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેમનું નિધન થયું હતું.
મળતી માહિતી મુજબ ભૈયુજી મંગળવારે બપોરે સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલાના બીજા માળે પોતાને ગોળી મારી દીધી હતી. છેલ્લાં ત્રણ દિવસથી પારિવારિક વિવાદના કારણે તેઓ ઘણાં પરેશાન હતા. ડિપ્રેશનને કારણે તેઓએ પોતાને જ ગોળી મારી દીધી હતી. ભૈયુજી મહારાજને સારવાર માટે ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તેના અડધો કલાક પહેલાં જ તેઓનું નિધન થયું હતું. મધ્યપ્રદેશ સરકારે પ્રદેશમાં જે પાંચ સંતને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી હતી. તેમાંથી એક ભૈયુજી મહારાજ પણ હતા. જો કે તેઓએ આ ઓફર ફગાવી દીધી હતી.
ભૈયુજી મહારાજનો પરિચય
- ભૈયુજી મહારાજને રાજકીય રીતે તાકાતવર સંત ગણવામાં આવતા હતા.
- તેમનું સાચું નામ ઉદયસિંહ દેશમુખ છે.
- તેમના પિતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રહ્યાં છે.
- ભૈયુજી મહારાજનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા અન્ના હજારેને મનાવવા માટે UPA સરકારે તેમનો સંપર્ક કર્યો હતો. જે બાદ અન્નાએ જ્યૂસ પી પોતાનું અનશન તોડ્યું હતું.
- તો 2012માં સદ્ભાવના ઉપવાસ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાત બોલાવ્યાં હતા.
Latest Stories