મગફળીના ગોડાઉનમાં આગના મામલે નાફેડના ચેરમેને કહ્યું, 'ગુજરાતની આબરૂના લીરા ઉડ્યા'

New Update
મગફળીના ગોડાઉનમાં આગના મામલે નાફેડના ચેરમેને કહ્યું, 'ગુજરાતની આબરૂના લીરા ઉડ્યા'

મગફળીમાં આગ લાગવી અને માટી ભેળવવામાં વેરહાઉસને જવાબદાર ઠેરવ્યા

રાજકોટ પંથકનાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના મામલે આજરોજ નાફેડના ચેરમેન વાઘજી બોડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, નાફેડની મગફળી ખરીદીમાં મોટો પ્રમાણમાં ગોટાળા થઇ રહ્યા છે. કારણ કે મગફળીમાં મોટા પ્રમાણમાં ધૂળ અને માટીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગોડાઉનમાં લાગેલી આગ અને મગફળીના કોથળામાં માટી ભેળવવામાં વેરહાઉસ જવાબદાર છે.

આ તબક્કે વાઘજી બોડાએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે એપીએમસીને ગોડાઉન લેવાની મંજૂરી આપીને ભૂલ કરી. કારણકે ગોડાઉન રાખવા બાબતના તમામ નિયમો નેવે મૂકી ગોડાઉનને લાયક જે ગોડાઉન જ નહોતા તે પણ રાખ્યા. આગના બનાવો એપીએમસી દ્વારા જે રાખવામાં આવ્યા હતા ત્યાં જ આગ લાગી છે.

વાઘજી બોડાનો આક્ષેપ હતો કે, કૃષિમંત્રી આર.સી. ફળદુએ કહ્યું હતું કે, મગફળી સળગવા માટે નાફેડ જવાબદાર છે. પરંતુ આ વાત સત્યથી વેગળી છે. આથી સરકાર આ અંગે તપાસ કરાવે તે જરૂરી છે. 14 ગોડાઉન અત્યાર સુધી ખુલ્લા હતા. જેમાં શાપર વેરાવળ, ગોંડલ અને ગાંધીધામમાં આવેલા ગોડાઉનમાં જ આગ લાગી હતી. બધા ગોડાઉન વેરહાઉસ અને ગુજકો એજન્સીના છે.

પ્રેસ કોન્ફરન્સમાં વાઘજી બોડા સરકાર પર લાલઘૂમ થઇ જણાવ્યું હતું કે, આગ લાગી તે ગુજરાત વેર કોર્પોરેશન અને એપીએમસીમાં જ લાગી હતી. મારી સરકાર પાસે માગણી છે કે તપાસ કરાવે કે મગફળીમાં ધૂળ ક્યાંથી આવી. ગુજરાતની આબરૂના લીરે લીરા ઉડ્યા છે. ગુજરાત હવે યુપી અને બિહાર જેવું થઇ ગયું છે.

ગોડાઉન ભાડે રાખતા સમયે ગોડાઉનની સ્થિતિ સારી રાખવી જેમ કે હવા ઉજાસ, ફરતે 2-2 ફૂટનો માર્ગ હોવો અને સિક્યુરિટી સહિતની જવાબદારી વેરહાઉસની હોય છે. વેરહાઉસ કોઇ નિયમનું પાલન કરતી નથી. નાફેડ ખેડૂતોની સંસ્થા છે, ખેડૂત માટે આશરે 60 વર્ષ પહેલાં રચાયેલી સંસ્થા છે.

Latest Stories