New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/D2atKCuWoAE7Grj.jpg)
મહારાષ્ટ્રના નાસિક જવાહર રોડ પર એક બસને અકસ્માત નડ્યો હતો.આ બસ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બસમાં સુરતના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. વલસાડમાં સાઇ ભક્તોની બસને અકસ્માત નડ્યો હતો. બસ નાસિકના તોરંગા ઘાટ પાસે આવેલી ખાઇમાં ખાબકતા 6ના મોત થયા છે, જ્યારે 45 લોકો ઘાયલ થયા છે.
સુરતના સાઈ ભક્તો બસ ભાડે રાખી શિરડી સાંઈબાબાના દર્શને ગયા હતાં. જ્યાંથી પરત આવતી વખતે મહારાષ્ટ્રના નાસિક નજીક અકસ્માત થયો હતો. બસ તોરંગાઘાટ નજીક ખાઈમાં ખાબકતાં 6 ભક્તોના મોત નિપજ્યા હતાં.
બસ જ્યારે મહારાષ્ટ્રના નાસિક જવાહર રોડ થઈ તેરંગા ઘાટ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ખીણમાં જઈ ખાબકી હતી. બસમાં સવાર મુસાફરોમાં 6 લોકોના સ્થળ પર જ મોત થયા છે.
Latest Stories