મહારાષ્ટ્ર:  મરાઠા અનામતને લઈને  દેવેન્દ્ર ફડણવીસ સરકારે લીધો મોટો નિર્ણય

New Update
મહારાષ્ટ્ર:  મરાઠા અનામતને લઈને  દેવેન્દ્ર ફડણવીસ સરકારે લીધો મોટો નિર્ણય

ફડણવીસ કેબિનેટે મરાઠા અનામત માટેને બિલને મંજૂરી આપી

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મોટો નિર્ણય લીધો છે. ફડણવીસ કેબિનેટે મરાઠા અનામત માટેને બિલને મંજૂરી આપી દીધી છે. આ સાથે રાજ્યમાં મરાઠા અનામતનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. આ પહેલાં મુખ્યમંત્રી ફડણવીસે અહમદનગરમાં મરાઠા અનામત મામલે કહ્યું હતું કે ડિસેમ્બરમાં જશ્ન મનાવવાની તૈયાર કરજો.

રવિવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટના નિર્ણય અંગે જાણકારી આપતાં કહ્યું કે, મરાઠા સમાજને અનામત આપવાની સહમતી થઈ ગઈ છે. આ સંબંધિત કેબિનેટની બેઠકમાં એસઈબીસી બિલને મંજૂરી અપાઈ છે.

સરકારનું માનવું છે કે મરાઠા સમુદાય શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે. અમને પછાત વર્ગ આયોગની રિપોર્ટ મળી હતી, જેમાં ત્રણ ભલામણ કરાઈ છે. મરાઠા સમુદાયને એસઈબીસી અંતર્ગત અલગ અનામત આપવામાં આવે. અમને પછાત વર્ગ આયોગની રિપોર્ટ સ્વીકારી લીધી છે અને એના અમલ માટે કેબિનેટ સબ કમિટીની રચના કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જુલાઈમાં રાજ્યમાં મરાઠા અનામતને લઈને વિવિધ જગ્યાએ આંદોનલ થયા હતા. તેમજ કેટલીક જગ્યાએ હિંસક દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારબાદ ઓગષ્ટમાં ફડણવીસ સરકારે અનામતને લઈને હકારાત્મક પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, અમારે હકીકતમાં સાબિત કરવું પડશે કે મરાઠા સામાજિક અને શૈક્ષણિક રુપે પછાત છે. એમની અસાધારણ પરિસ્થિતિઓ અને પછાતપણાને જોતાં મરાઠા સમાજને અનામત આપવી જોઈએ

Latest Stories