/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-74.jpg)
મહેન્દ્રસિંહ મામલે શંકરસિંહે વ્યક્ત કરેલી નારાજગીને તેમનો પારિવારિક પ્રશ્ન ગણાતા મુખ્યમંત્રી
આજે અષાઢી બિજ ભાજપ માટે ખૂબજ સારી સાબિત થઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના કોળી નેતા કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડી ભાજપમા આવ્યા. ત્યારબાદ હવે ઉતર ગુજરાતના કદાવર નેતા અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના દિકરા મહેન્દ્રસિંહ આજે વિધિવત રીતે ભાજપમા જોડાયા છે.
આ મામલે શંકરસિંહ વાઘેલા એ એક પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તો બિજી તરફ રાજકોટ આવી પહોંચેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહેન્દ્રસિંહ વાઘેલા અંગે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે મહેન્દ્રસિંહના આવવાથી ભાજપની શક્તિમા વધારો થયો છે. તો મહેન્દ્રસિંહ મામલે શંકરસિંહે વ્યક્ત કરેલી નારાજગીને તેમનો પારિવારિક પ્રશ્ન ગણાવ્યો હતો.
વરસાદ પડતા જળ સંકટ હળવુ થયુ છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા દક્ષિણ ગુજરાતમા પોતાની કૃપા વરસાવી રહ્યા છે. તો બિજી તરફ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકમા પણ મેઘરાજા પોતાની અમિ દ્રષ્ટી રાખી રહ્યા છે. ત્યારે જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ સહિતના જિલ્લાઓમા વરસાદ પડી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે પત્રકારો સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદથી જળ સંકટ હળવું બન્યું છે તેમજ ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદ પડતાં ફાયદો પહોંચ્યો છે.