મુખ્યમંત્રી રાજીનામું નહીં આપે પણ કદાચ હાર્દિક રાજીનામું આપી દેશેઃ શિક્ષણમંત્રી

New Update
મુખ્યમંત્રી રાજીનામું નહીં આપે પણ કદાચ હાર્દિક રાજીનામું આપી દેશેઃ શિક્ષણમંત્રી

શાળા પ્રવેશોત્સવ પ્રસંગે નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

નવા શૈક્ષણિક સત્રમાં પ્રથમ વખત શાળામાં દાખળ થઈ રહેલાં ભુલકાઓને પ્રવેશ અપાવવા માટે શાળા પ્રવેશોત્સવનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે કારેલી પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.

રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાંની સાથે જ સરકારે નવા દાખલ થતા વિદ્યાર્થીઓનાં પ્રવેશ માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું હતું. જેનો આજે બીજો દિવસ હતો. ત્યારે શિક્ષણમંત્રીએ નર્મદા જિલ્લામાં કારેલી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તબક્કે ગતરોજ સાંસદ મનસુખ વસાવા દ્વારા શિક્ષકો માટે કરાયેલા નિવેદનને ખોટું ઠેરવી આવું જો કંઈ હોય તો તેમણે સરકારમાં રજૂઆત કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.

બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમમિતિનાં નેતા હાર્દિક પટેલે થોડા દિવસ પૂર્વે રાજકોટમાં એક નિવેદન આપ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું છે. અને પાટીદાર કે ક્ષત્રિય ચહેરાને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ નિવેદનના જવાબમાં મંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું નહી આપે પણ કદાચ હાર્દિક રાજીનામુ આપી દેશે. જ્યારે રાજ્યમાં થઈ રહેલા દલિત અત્યાચારો અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, સવર્ણ અને આદિવાસી તેમજ દલિતોને એકબીજાની જરૂર હોય છે. આ તો કેટલાક લોકો નેતા બનવા માટે સમજો વચ્ચે ખાઈ ઉભી કરી રહ્યા છે.

Latest Stories