મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો ટેકાનાં ભાવોમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો

New Update
મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો ટેકાનાં ભાવોમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો

કેન્દ્રએ ધાન્ય પાકોનાં ટેકાનાં ભાવમાં ૨૦૦ રૂપિયાનો વધારો કર્યો

મંત્રી બન્યા બાદ કુંવરજી બાવળિયાએ ટેકાના ભાવને લઇ આપ્યું મહત્વનું નિવેદન

૨૦૧૯ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રએ ખરીફ પાકોનાં ટેકાનાં ભાવમાં વધારો કર્યો છે. કેન્દ્રએ ધાન્ય પાકોનાં ટેકાનાં ભાવમાં ૨૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. આજે કેબિનેટ બેઠકમાં સરકારે ખરીફ પાકોની MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇઝ) વધારવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે ટેકાના નવા ભાવ જાહેર કર્યા છે. પરંતુ ટેકાના ભાવ જાહેર થતાં જ હવે તકરાર પણ શરૂ થઇ ગઇ છે.

ભાજપના પાણી પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે ટેકાના ભાવ થોડા મોડા જાહેર થયા છે. પરંતું ખેડૂતોને અપેક્ષા મુજબ ભાવો મળ્યા છે. તો ત્યાં જ કોંગી ધારાસભ્ય અને કિશાન નેતા હર્ષદ રિબડીયાએ પણ વળતો વાર કર્યો કે ટેકાના ભાવ વધવાથી ખેડૂતોને કોઇ ફાયદો નથી. પરંતું ભાજપના મળતિયાઓને ફાયદો છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સામાન્ય ગ્રેડનાં ધાન્ય પાકોની MSP ૧,૫૫૦ રૂપિયા પ્રતિ ક્વિંટલ હતી. આ પહેલા ટેકાનાં ભાવોમાં એક વર્ષની અંદર ૧૫૫ રૂપિયાનો રેકોર્ડ વધારો ૨૦૦૮-૨૦૦૯માં યૂપીએ સરકારે કર્યો હતો. એટલે કે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો ટેકાનાં ભાવોમાં વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.