મોરબી : ધંધા બાબતે કાકાએ ભત્રીજાને ઠપકો આપતા ભત્રીજાએ કાકાની કરી નાખી હત્યા

New Update
મોરબી : ધંધા બાબતે કાકાએ ભત્રીજાને ઠપકો આપતા ભત્રીજાએ કાકાની કરી નાખી હત્યા

આજના બાળકો એટલા તામશી પ્રકૃતિ ધરાવતા થઈ ગયા છે કે એમને ઠપકો આપીએ તો મોતને વહાલું કરવાનો સમય આવી જાય આવો જ કઈક કિસ્સો બન્યો છે. સૌરાષ્ટ્રના મોરબી જીલ્લામાં, જેમાં બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો અને હત્યા કરી પોતાના જ ભત્રીજાએ મોરબીમાં ખોડીયાર ટ્રાવેલ્સના ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાની તેના ભત્રીજા જયરાજ વિજયસિંહ જાડેજાએ અને અન્ય પાંચ શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. ત્યારે પોલીસે હાલ જુદી જુદી ટીમો બનાવી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમા કાકા ટિનુભા જાડેજાએ ભત્રીજા જયરાજસિંહને ધંધા બાબતે ઠપક્કો આપ્યો હતો. તો સાથે જ એક થપ્પડ પણ મારી હતી. ત્યારે ભત્રીજાએ કાકા તરફથી મળેલ થપ્પડનો જવાબ તેમની હત્યા કરીને આપ્યો છે. હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories