/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-48.jpg)
"ખુશ્બુ ગુજરાત" કી માં અમિતાભ બચ્ચને જે રિક્ષા પર સફર કરી અને સૌરાષ્ટ્રની શાન ગણાતી છકડો રિક્ષા હવે રિટાર્યડ થાય છે,હવેથી નવી છકડો રિક્ષા માર્કેટમાં નહિ આવે. છકડો રિક્ષાના પ્રણેતા અતુલ ઓટોએ છકડો રિક્ષાનું 50 વર્ષ બાદ ઉત્પાદન બંધ કર્યુ છે.
સૌરાષ્ટ્રની શાન છકડો થશે બંધ..
અતુલ ઓટોએ બંધ કર્યુ છકડોનું ઉત્પાદન.
નવી પેઢી નહિ જોઇ શકે છકડો..
સૌરાષ્ટ્રની મુલાકાતે આવો એટલે રસ્તા પર છકડો રિક્ષા અચૂક જોવા મળે છે પરંતુ નવી પેઢી હવે છકડો રિક્ષા નહિ જોઇ શકે કારણ કે છકડો રિક્ષાના પ્રણેતા અતુલ ઓટોએ આ ઉત્પાદન હવે બંધ કરી દીધુ છે..અતુલ ઓટોના ચેરમેન જયંતિ ચાંદ્રાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે અત્યાર સુધીમાં અતુલ ઓટો લાખોની સંખ્યામાં છકડો રિક્ષાનું ઉત્પાદન કરી ચૂક્યા છે અને આ રિક્ષા હાલમાં સૌરાષ્ટ્રના ગામડાંઓનું વાહન વ્યવહારનું માઘ્યમ બની છે જો કે હાલના સમયમાં ચાલી શકે તેવા વાહન સાથે સાથે સલામતી અને પ્રદૂષણને ધ્યાને લઇને છકડો રિક્ષાનું ઉત્પાદન હવે બંધ કરી દેવાયું છે અને તેના સ્થાને બજારમાં નવી રિક્ષા લોન્ચ કરી છે..
કેવી રીતે થઇ છકડોની શરૂઆત
અતુલ ઓટોના ચેરમેન જયંતિ ચંદ્ર્રા મૂળ જામનગરના રહેવાસી છે અને તેઓ જૂના સ્પેરપાર્ટનો બિઝનેસ કરતા હતા,જયંતિભાઇના પિતાએ ગામડાના લોકોને ધ્યાને રાખીને ગાડા જેવું યાંત્રિક વાહન બનાવવાનો વિચાર કર્યો અને વર્ષ 1970માં છકડો રિક્ષાની ડિઝાઇન તૈયાર કરીને બજારમાં મૂકી હતી જો કે સમય જતા પેટ્રોલના બદલે વિદેશી ટેક્નોલોજીની મદદથી ડીઝલ એન્જિન તૈયાર કરવામાં આવ્યુ અને ડીઝલ છકડો રિક્ષા તૈયાર કરવામાં આવી જે આજે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે જોવા મળે છે..જયંતિ ચંદ્રાના કહેવા પ્રમાણે બોલિવુડ અને ખુશ્બુ ગુજરાત કીની જાહેરાતે છકડો રિક્ષાને વિશ્વસ્તરે ઓળખ આપી છે.
છકડો રિક્ષા ગામડાનું વાહન કહેવામાં આવે છે,ગામડામાં માલસામનની હેરાફેરી,ગામડાના લોકોને શહેર સુધી અવરજવર કરવા સહિતના કામોમાં છકડો મદદરૂપ સાબિત થાય છે..છકડો રિક્ષાના બદલે આજે અતુલ ઓટોએ અનેક રિક્ષા બજારમાં મૂકી છે જે છકડોની ખોટ પૂરી કરશે.જો કે સૌરાષ્ટ્રની શાન ગણાતી છકડો રિક્ષા બંધ થતા એકવાત નક્કી છે કે ભાવિ પેઢી આ છકડો નહિ જોઇ શકે.
ભુતકાળમા રાજકોટ શહેરમા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે વિજય નહેરા ફરજ બજાવતા હતા. ત્યારે તેઓએ છકડાના માલિકો સાથે બેઠક યોજી હતી તો સાથે છકડા પર પ્રતિબંધ પણ લાદ્યો હતો. તો સાથેજ તેમને વૈક્લિપક રીતે અતુલ કંપનીની જ રીક્ષા આપવાની તત્પરતા પણ બતાવી હતી. જો કે કોઈને કોઈ કારણોસર પ્રતિબંધ લાદ્યા છતા રાજકોટમા છકડો આજે પણ મોટા પ્રમાણમા વપરાશમા છે. ત્યારે હાલ કંપની દ્વારા ચોક્કસ છકડો રીક્ષા બંધ કરવામા આવી છે. જો કે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા હાલ છકડો રીક્ષા પર પ્રતિબંધ લાદવામા આવ્યો નથી. તેમ છતા છકડો રીક્ષા ચાલકમા એક ફફડાટ જોવા મળી રહ્યો છે.