રાજકોટ પોલીસે ગેંગના ૩ માફિયાઓને પકડીને જેતપુરમાં કાઢયું સરઘસ

New Update
રાજકોટ પોલીસે ગેંગના ૩ માફિયાઓને પકડીને  જેતપુરમાં કાઢયું સરઘસ

થોડા દિવસ પહેલા પોરબંદરની માફિયા ગેંગે જેતપુરમાં ખંડણી માટે આંતક માચાવેલ હતો

થોડા દિવસ પહેલા જેતપુરમાં પોરબંદરની માફિયા ગેંગે ખંડણી માટે આતંક મચાવ્યો હતો. જેમાં જેતપુરની ફાઇનાન્સ પેઢીના રૂપિયા ઉધરાવવા વેપારી ઉપર હૂમલો કર્યો હતો.જે અંગે પોરબંદરની ગેંગ સામે પોલિસ મથકે ખંડણી, પૈસાની વસુલી અને હૂમલાની ફરિયાદ નોંધાઇ હતી.

publive-image

જેતપુર શહેરની એક ફાયનાન્સ પેઢીએ શહેરના કેટલાક કારખાનેદારો, વેપારીઓ અને શહેરીજનોને ઉંચા વ્યાજે નાણા ધીરેલા તેમજ આજ પેઢીને કેટલાક કારખાનેદારોએ બે થી ત્રણ ટકા વ્યાજની લાલચે કરોડો રૂપિયા ફેરવવા માટે આપેલ તે વિનાયક ફાયનાન્સ ત્રણેક મહિના પહેલાં ઉઠમણું કરતા તેનો સંચાલક શૈલેષ રામદેવપુત્રએ જે વેપારીઓ, કારખાનેદારો તેમજ અન્ય લોકોને વ્યાજે રૂપિયા આપ્યા હતા તે રૂપિયા કઢાવવા માટે પોરબંદરની ગેંગને હવાલો આપી દેતા આ ગેંગે જેતપુર શહેરમાં રીતસરનો આંતક મચાવ્યો હતો અને રૂપિયા ઉઘરાવવા વેપારી પર હૂમલો પણ કર્યો હતો.

ખંડણી અને પૈસા ઉધરાવવાની પોરબંદરની ગેંગ સામે ફરીયાદ નોંધાતા પોલીસ છેલ્લા ઘણા દિવસથી પોએબંદર ગેંગના માણસોની શોધમાં હતી. દરમિયાન રાજ્કોટ પોલીસે આ ફાઇનાન્સ કંની સંચાલક સાથે પોરબંદર માફિયા ગેંગના બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પકડાયેલ આરોપીઓને જેતપુર પોલીસને હવાલે કરાતા પોલીસે જેતપુરમાં ફાઇનયસ કંપની સંચાલક અને પોરબંદરની માફિયા ગેંગના બે સાગરીતો મળી કુલ ૩ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢયું હતું. હાલ ફાઈનયન કંપની સંચાલક અને બે સાગરીતો ની ધડપકડ કરવામાં પોલિસને સફળતા મળી છે. હજી બીજા ફરાર આરોપીની અતકાયત બાકી હોય પોલીસ તેમને ઝડપી પાડવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

Latest Stories