New Update
રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ નજીક અમદાવાદની એક પ્રેમીકાને બે પત્નીઓ દ્વારા માર માર્યો હોવાનુ સામે આવ્યું છે. સમગ્ર મામલાનો વિડીયો વાઈરલ થયો છે. જે વિડીયો વાઈરલ થયો છે તેમા સપષ્ટ પણે જોઈ શકાય છે કે બે પત્નીઓ દ્વારા પતીની પ્રેમિકાને માર મારવામા આવી રહ્યો છે.
જાહેરમાં યુવતીને માર મારવામા આવતા લોકોનું ટોળું એકત્ર થયું હતું. જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મહિલાઓની અટકાયત કરી હતી. જો કે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવા નથી પામી. પોલીસ સ્ટેશને પહોંચી બંને પત્નીઓએ જણાવ્યું હતું કે અમદાવાદની યુવતી તેમના પતિને મેસેજ અને કોલ કરે છે. તેમજ અમને બંનેને છોડીને તેની સાથે લગ્ન કરવાનુ અવારનવાર કહે છે.
Latest Stories